Garba Celebration Organized at INRECA Sansthan, Timbapada

  • Home
  • Garba Celebration Organized at INRECA Sansthan, Timbapada
Welcome To (INRECA)

ટીંબાપાડા ખાતે ઈનરેક સંસ્થાનમાં ગરબાનું આયોજન

દેડિયાપાડા : દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા ખાતે આવેલી ઈનકા સંસ્થાન ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના નોરતાં દરમિયાન શાળાની છાત્રાલય, આશ્રમશાળા તથા અપગ્રેડ આશ્રમશાળા અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા દરરોજ માતાજીની પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે ગરબે ઘૂમીને માતાજીની ભક્તિ અને નવરાત્રિ પર્વનો આનંદ માણી રહ્યા છે. સમગ્ર સંસ્થાનમાં ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ગરબા આયોજનનો પ્રારંભ ઈનકા સંસ્થાનના પ્રમુખ અને વડા ડૉ. વિનોદ કુમાર કૌશિકના હસ્તે કરવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા મેનેજર ગોપાલસિંહ ક્ષત્રિય દ્વારા કરવામાં આવી રહી છે.

Waste to Wealth Exhibition